સાવરકુંડલા, તા.૧૦
સાવરકુંડલાની શ્રી કે. કે. હાઈસ્કૂલમાં ૬૮મી અખિલ ભારતીય તાલુકા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવીને શાળાનું ગૌરવ વધારેલ છે. અન્ડર-૧૯માં પ્રથમ ગોહિલ જેન્સી, મેર તુલસી, ટોટા રક્ષિતા, ગેલાણી રિયા, ખોખર અલ્ફિયા, કાછડ આશા અને દ્વિતીય ડાભી હર્ષિતા, રાઠોડ આયુષી, કાનાણી હેમાંગી, સરવૈયા નિલોફર, ઝાંખરા આસમા, વાજા ધારાએ નંબર મેળવ્યો હતો. અન્ડર-૧૭માં પ્રથમ પોલરા ધ્રુવી, પાટડીયા રાધિકા, ચણીયારા સ્નેહા, બારીયા ધ્રુવીશા, લાલુ બીના, બ્લોચ સિફા, દ્વિતીય- ચૌહાણ તાહેરા, કારેણા હેમાંશી, મકવાણા કિરણ, ઝાંખરા સાનિયાએ નંબર મેળવ્યા હતા. અન્ડર-૧૪માં ગોહિલ માનસી, મહેતા દર્શિતા, ઝાંખરા ઇરમએ નંબર પ્રાપ્ત કર્યા હતા.