સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ટી.કે. પારેખ હાઇસ્કૂલ ખાતે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ૨૦૨૫-૨૬ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ઊર્જા બચત અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર “Save Energy” (સેવ એનર્જી) વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપપ્રજ્વલન અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળાના પ્રમુખ અને ગામના સરપંચ કલ્પેશભાઈ કાનાણીએ અભિનંદન પાઠવ્યા હતા.







































