સાવરકુંડલામાં ૬ સપ્ટેમ્બરે શ્રી કે.કે. હાઈસ્કૂલ અને કે.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલમાં એન.એસ.એસ યુનિટની નિયમિત
પ્રવૃત્તિ અંતર્ગત, ઝવેરચંદ મેઘાણીની ૧૨૮મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મેઘાણીના સ્વરચિત શોર્યગીતોની સ્પર્ધાની સાથે ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું પણ આયોજન થયું હતું. આ સંગીત સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી ત્રણ ભાઈઓ-બહેનો અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પાંચ ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. હિરેનભાઈ પરમાર અને એની ટીમ દ્વારા સંગીતના વાદ્યોનો રસાસ્વાદ કરાવવામાં આવ્યો હતો.