સાવરકુંડલામાં તા. ૧૪ જૂન, ૨૦૨૪ ના રોજ શ્રી કે.કે. હાઈસ્કૂલના પ્રાર્થનાખંડમાં પ્રવેશ ઉત્સવનું આયોજન થયું હતું. જેમાં ધોરણ ૯ અને ૧૧ માં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પ આપીને આવકારવામાં આવ્યા હતા. ઉપરાંત ચોકલેટનું વિતરણ કરીને સર્વે વિદ્યાર્થીઓનું મોં મીઠું કરવામાં આવ્યું હતું. કે.કે. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષિકા વર્ષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.