સા.કુંડલામાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આટ્‌ર્સ એન્ડ એમ.આર. સંઘવી કોમર્સ કોલેજમાં એન.એસ.એસ. વિભાગ દ્વારા ગાંધી જયંતીના પૂર્વ દિવસે ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘માય ભારત પોર્ટલ’ અંતર્ગત તા.૧-૧૦-૨૪ ના રોજ કોલેજ કેમ્પસ સમૂહ સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસ, બગીચા, વર્ગખંડો, લાયબ્રેરી, કોલેજ કાર્યાલય તથા કોલેજ કમ્પાઉન્ડની આસપાસ સફાઈ હાથ ધરવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ.સી. રવિયા તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. આશિષભાઈ ચૌહાણના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું.