સા.કુંડલામાં આવેલી શ્રી. વી. ડી. કાણકિયા આટ્‌ર્સ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત તા ૧૭/૦૯/૨૪થી ૦૨/૧૦/૨૪ પખવાડિક ઉજવણીનાં ભાગરૂપે ૧૮/૦૯/૨૪ બુધવારના રોજ ‘સ્વચ્છતા જાગૃતિ રેલી’નું આયોજન કરવામાં આવ્યું. સા.કુંડલા નગરપાલિકા અને પરિવહન નિગમ પણ સાથે જોડાયેલ. સ્વચ્છતા રેલીનું પ્રસ્થાન કોલેજ કેમ્પસથી પ્રિ. ડા. એસ. સી. રવિયા દ્વારા કરાવવામાં આવ્યું હતું. જે. વી. મોદી સ્કૂલ ગ્રાઉન્ડમાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. કોલેજના તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક રેલીમાં જોડાયાં હતાં.