અમરેલી જિલ્લા યુવક મહોત્સવમાં સાવરકુંડલા કપોળ કન્યા છાત્રાલયના બહેનોએ અદભૂત પ્રદર્શન કર્યું હતું. એકાંકી/નાટક- પ્રથમ ક્રમાંક જેમાં ભાવિકા વરિયા, સેજલ મોભ, નાની બોદર, પ્રિયંકા રાઠોડ, જ્યોતિ શિયાળ, કૃપા વરિયા, રેવતા તરસરિયા, દિપાલી દુબાણીયા, પ્રાર્થના દુબાણી, હેપી તરસરિયા, અક્ષિતા ગોસ્વામીએ ભાગ લીધો હતો. લગ્નગીત સ્પર્ધામાં નયના ધુંધળવાએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. લોકનૃત્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જેમાં દિવ્યા ચુડાસમા, જીનલ તપાનીયા, જાનવી ગોસ્વામી, વિકમા અન્દ્રૂપા, વરિયા માનસી, ત્રિવેણી ચૌહાણ, નેહા ચૌહાણ, વનિતા ચૌહાણ, દેવું ભમ્મર, ધારા લધવા, પાયલ ધુંધળવા, આરતી ધુંધળવા, નિધિ ધાસકટા, ગુંજન ચૌહાણનો સમાવેશ થાય છે. નિબંધ સ્પર્ધામાં બોદર નથુએ તૃતીય સ્થાન મેળવ્યું હતું.