શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી એ.કે. ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ, સાવરકુંડલા ખાતે ૯ જૂન, ૨૦૨૫ના રોજ “પ્લાસ્ટિક મુક્ત ભારત” અને “વિશ્વ પર્યાવરણ દિન”ની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય ઉષાબેન તેરૈયાએ પ્લાસ્ટિકના ગેરફાયદા સમજાવ્યા, જ્યારે સુપરવાઈઝર નીતાબેને સ્વચ્છતાનું મહત્વ જણાવ્યું હતું. મેહુલભાઈ મહેતાએ શપથવિધિ કરાવી હતી. અશ્વિનભાઈ બાલધીયા અને ભરતભાઈ બાવળીયાએ પર્યાવરણ જાળવણી અને વૃક્ષારોપણનું મહત્વ સમજાવી, શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ માહિતી રવિભાઈ જોષી દ્વારા આપવામાં આવી હતી.