સાવરકુંડલા શાકમાર્કેટ કંસારા બજાર પાસે આવેલા પુલ પર રેલીંગ બનાવવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. પુલ પર રેલીંગ ન હોવાને કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા છે. પુલ પરથી પાલિકાના સત્તાધીશો, અધિકારીઓને અને આગેવાનો પસાર થતા હોવા છતાં આ તમામ લોકો જાણે અકસ્માતની રાહ જાતા હોય તેવુ લાગી રહ્યુ છે.