સાવરકુંડલામાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં રંગોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માધ્યમિક વિભાગમાંથી ૨૦૧ અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાંથી ૨૫૬ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક વિભાગમાંથી કુલ ૪૨ ગોલ્ડ મેડલ, ૩૦ સિલ્વર મેડલ અને ૨૦ બ્રોન્ઝ મેડલ વિદ્યાર્થિનીઓએ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયાને ટ્રોફી તથા શાળા ટ્રોફી પણ આપી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના માધ્યમિક વિભાગના તૃપ્તિબેન ભરાડ તથા ઉચ્ચ માધ્યમિક વિભાગના તૃપ્તિબેન પાનસુરીયાએ કર્યું હતું. આ બંને શિક્ષિકા બહેનોને પણ ટ્રોફી આપવામાં આવી હતી.