શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આટ્‌ર્સ તથા કોમર્સ કોલેજમાં હિન્દી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કોલેજના વરિષ્ઠ અધિકારીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કોલેજ સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ અને કેમ્પસ ડાયરેક્ટર ડા. જીજ્ઞેશભાઈ વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડા. રીટાબેન રાવલે રાષ્ટ્રભાષાનું મહત્વ અને હિન્દીના પ્રચાર-પ્રસારના માધ્યમો વિશે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં હિન્દી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.