સાવરકુંડલા,તા.૩૧
સાવરકુંડલામાં આહિર બોર્ડિંગ ખાતે ૨૬ ઓગસ્ટે જન્માષ્ટમી નિમિત્તે શ્રી કૃષ્ણ ભગવાનના સુંદર શણગાર સાથે હિંડોળા દર્શન ખુલ્લા મુકવામાં આવેલ. આ અવસરે સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા પરંપરાગત પોશાક, ભાતીગળ અને ધાર્મિક ફ્લોટ સાથે રાસનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત સમસ્ત જ્ઞાતિજનોએ સાથે સમૂહ ફરાળ કરેલ. રાત્રે ૧૦ઃ૩૦ વાગે શ્રી કૃષ્ણ ભગવાનની આરતી, ભજન- કીર્તન, ધૂન,
સાંસ્કૃતિક કાર્યક્રમ, શ્રી કૃષ્ણ ભગવાન વિશે અનોખી જાણકારી વગેરેનું આયોજન કરવામાં આવેલ. કૃષ્ણ જન્મની ઉજવણી બાદ કૃષ્ણ સ્વરૂપ નાના બાળકો જે કૃષ્ણની વેશભૂષામાં આવેલ તેમને ટોપલામાં લઈ જઈ દહી-હાંડી સુધી પહોંચાડવામાં આવેલ. ત્યાં બાળકો અને યુવાનો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ સાથે થયેલ હતો. સહુને પંજરી અને માખણ મિસરીના પ્રસાદ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમના સમૂહ ફરાળના દાતા સંજયભાઈ કાતરિયા (સમાજ પ્રમુખ-સાવરકુંડલા) તથા ધર્મેન્દ્રભાઈ કનાલા, ડેકોરેશન અને સમીયાણાના દાતા જયંતીભાઈ હડિયા (ખજાનચી-સાવરકુંડલા), ડીજેના દાતા નિલેશભાઈ તથા કિશનભાઇ યાદવ (સભ્ય- સાવરકુંડલા આહીર સમાજ સમિતિ), પ્રસાદીના દાતા ઘનશ્યામભાઈ કળસરિયા હતા.