સાવરકુંડલાના આંબરડી ગામની શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨૦૨૫માં તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જૈવિન જયસુખભાઈએ ૪૦૦ મીટર દોડમાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. અન્ડર-૧૭ વિભાગમાં ધોરણ ૧૨ના વિદ્યાર્થી મકવાણા રોનિકભાઈએ ૧૭૦૦ મીટર દોડમાં તાલુકા કક્ષાએ ત્રીજું સ્થાન મેળવીને શાળાની સિદ્ધિઓમાં વધુ એક ઉમેરો કર્યો છે. એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક રમેશભાઈ ચારિયાએ માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું.