સાવરકુંડલાના ૧૧ ગામોને સ્વચ્છતા હી સેવા ભારત મિશન અંતર્ગત ઈ-રીક્ષા લોકાર્પણ અને પ્રસ્થાન કાર્યક્રમ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તથા નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા પંચાયત અમરેલી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સાવરકુંડલા તાલુકાના ૧૧ ગામોને ઈ-રીક્ષાનું લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી જે.ડી. વઘાસીયા, તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, માર્કેટ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ ખાત્રાણી, જિલ્લા પંચાયતના કૃષિ અને સિંચાઈ વિભાગના ચેરમેન લાલજીભાઈ મોર, જિલ્લા પંચાયત સદસ્ય પુનાભાઈ ગજેરા, તાલુકા પંચાયતના સદસ્ય મનુભાઈ ડાવરા, પૂર્વ પ્રમુખ લલીતભાઈ બાલધા, ઉપપ્રમુખ પરસોત્તમભાઈ ઉમટ અને કારોબારી સમિતિના ચેરમેન હંસાબેન ઘુસાભાઇ વાણીયા સહિત અનેક ગ્રામ પંચાયતના સરપંચો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.