સાવરકુંડલાના હાથસણી ગામે જલઝીલણી (પરિવર્તીની )એકાદશીના પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન બાલ કિશોરને ઝૂલામાં બિરાજીત કરી ગ્રામજનો દ્વારા બાજુમાં પસાર થતી દેદુમલ નદીના પવિત્ર જળમાં સ્નાનવિધિ કરાવવા માટે રજવાડી ઠાઠ- માઠથી વાજતે ગાજતે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં સ્વયંભુ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોએ જોડાઈ ઉપરોક્ત ધાર્મિક પર્વનો લાભ
લીધેલ હતો.