સોનિક ફાઉન્ડેશને સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ ૧૦૦૦ વૃક્ષોનું રોપણ કર્યું હતું
સાવરકુંડલા શહેરના સોનિક ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિઓને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશેષ નોંધ લીધી છે. ફાઉન્ડેશનના સ્થાપક પરેશભાઈ અને તેમની ટીમે તાજેતરમાં હાથ ધરેલા વિવિધ સામાજિક કાર્યો, ખાસ કરીને ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત કરવામાં આવેલાવૃક્ષારોપણ કાર્યક્રમની સફળતાને બિરદાવી છે.
મુખ્યમંત્રીએ સોનિક ફાઉન્ડેશનને મોકલેલા પત્રમાં જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે આપવામાં આવેલા ‘એક પેડ મા કે નામ’ સૂત્રને સાકાર કરવામાં સાવરકુંડલાના નાગરિકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.” સોનિક ફાઉન્ડેશને સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ ૧૦૦૦ વૃક્ષોનું રોપણ કર્યું હતું. આ પ્રયાસને બિરદાવતા મુખ્યમંત્રીએ ફાઉન્ડેશનની સમગ્ર ટીમ અને સાવરકુંડલાના પર્યાવરણપ્રેમી નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પત્ર બાદ સોનિક ફાઉન્ડેશનને સમાજના વિવિધ વર્ગો તરફથી શુભેચ્છાઓનો ધોધ
વહ્યો છે.