સાવરકુંડલાના સેંજળ ગામે પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું હતું. બનાવ અંગે ગણેશભાઈ ભારમલભાઈ વાઘેલા (ઉ.વ.૬૫)એ જાહેર કર્યા મુજબ, જયસુખભાઈ ગણેશભાઈ વાઘેલા (ઉ.વ.૪૦) ધ્યાન સ્વામી સરોવરામાં ન્હાવા માટે ગયા ત્યારે ઉંડા ખાડામાં ગરકાવ થઈ જતાં પાણીમાં ડૂબી જવાથી મરણ પામ્યા હતા.
વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. લીલીયા મોટા ખાતે રહેતા રવિભાઈ અશોકભાઈ વાળા (ઉ.વ.૨૯)એ અગમ્ય કારણોસર ઘઉંમાં નાઉખવાના ઝેરી ટિકડા પી લેતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. સાજીયાવદર ગામે એક મહિલાએ બીમારીથી કંટાળી ઝેરી પાવડર પીધો હતો.