સાવરકુંડલાના સદભાવના ગ્રુપને ધુળેટીના દિવસે રૂ. ૪૩,૬૦૦નું ગૌદાન મળ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવરકુંડલા શહેરમાં રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ચોક, મેઈન બજાર ચોક અને મેઈન બજારના વેપારીઓ દ્વારા માત્ર ૪ કલાકમાં રૂ. ૪૩,૬૦૦નું ગૌદાન મળ્યું હતું. આ ગૌદાન પ.પૂ. ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ – કાનાતળાવ )ને અર્પણ કરાશે. આશ્રમમાં ૩૭૫ ગીર ગાયો હોવાથી તેના ઘીમાંથી અમરેલી જિલ્લાની હોસ્પિટલમાં પ્રસૂતા બહેનોને સુખડી(કાંટલું) આપવામાં આવે છે.