સાકુંડલાના શ્રી મહિલા અધ્યાપન મંદિરમાં નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા મંડળના પ્રમુખ નિરંજનાબેન અને મંત્રી કાંતાબેન સાવલિયા, નીલાબેન વાઘાણી તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ નિમિત્તે તાલીમાર્થી બહેનો દ્વારા ત્રણ મિનિટમાં વધુને વધુ ગરબા ગાનની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ નંબરને ઇનામ વિતરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અધ્યાપન મંદિરના કર્મચારીઓ બાબુભાઈ ચાવડા, રવિભાઈ મહેતા, ભાવેશભાઈ કાકલોતર, રેણુકાબેન, અરુણાબેન અને મહિલા મંડળના સભ્યો આ પ્રસંગે જોડાયા હતા એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું.