સાવરકુંડલા તાલુકાના શેલણા ગામની સરકારી માધ્યમિક શાળામાં પ્રાકૃતિક
કૃષિ અંગે સેમિનાર યોજાયો હતો. પ્રાકૃતિક ખેતી પ્રેરક સાર્થકભાઈ અશ્વિનભાઈ ઠાકર દ્વારા ધોરણ ૯ ના કુલ ૮૧ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિશે પ્રકૃતિના ખોળે માહિતી આપવામાં આવી. જેમાં બાગાયતી ખેતી (શાકભાજી)નું માનવ પોષણમાં મહત્વ, કુદરતી અને
કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત- જેમાં વર્મી કમ્પોસ્ટ (અળસિયાનું ખાતર) તથા અન્ય કુદરતી ખાતરની સમજ આપવામાં આવી હતી, જેમનો વધુમાં વધુ ઉપયોગ થાય અને જમીનની ગુણવત્તા સુધરે એટલે માનવ જાતની તંદુરસ્તી જળવાય તેવી પ્રકૃતિ સભર માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થયો હતો. સેમિનારના અંતે પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું જેમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા માટેના પ્રશ્નોની ચર્ચા થઈ હતી.