સાવરકુંડલામાં ભારતીય જનતા પાર્ટીના જનસમર્થનમાં વોર્ડ નં. ૨ અને ૩ના શિવાજીનગર વિસ્તારમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભામાં મહેશભાઈ કસવાલાએ વિકાસલક્ષી કાર્યોની વિસ્તૃત માહિતી આપી અને ભવિષ્યમાં વધુ ઝડપી વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘સાવરકુંડલાની જનતાની લાગણી એ મારો સંકલ્પ છે, અને આ સંકલ્પને નવાઈ નહીં પરંતુ સત્ય અને સ્વચ્છ વિકાસમાં પરિવર્તિત કરવો એ મારો ધ્યેય છે.’ તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનો સ્પષ્ટ જવાબ જનતા સામે છે અને ખોટી રાજનીતિ કરનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાઓ, મહિલાઓ તથા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.