સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની દેખરેખ હેઠળ શહેરને સુંદર અને રળિયામણું બનાવવા અંતર્ગત વોર્ડ નં.૩ માં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને પ્રતીકભાઇ નાકરાણીની સૂચના અનુસાર જેસર રોડ, મઢુલી બાપા સીતારામ પાછળ ચંદુભાઈ લુહારના ઘર સુધી નગરપાલિકા દ્વારા સીસી રોડનું કામ શ્રીફળ વધેરીને પ્રારંભ કરવામાં આવ્યું હતું. સદસ્ય કમલેશભાઈ રાનેરા, પિયુષભાઈ, રસીલાબેન, હંસાબેન રાનેરા, હરેશભાઈ, ચંદુભાઈ લુહાર સહિતના સ્થાનિક લોકોએ વિકાસના કામો અંગે હર્ષની લાગણી અનુભવી હતી.