સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની સૂચનાથી વોર્ડ નં.૩ની કૃષ્ણનગર સોસાયટી, વીરપુરવાળા કારખાના વાળા વિસ્તારમાં સીસી રોડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે નગરપાલિકા સદસ્ય કમલેશભાઈ રાનેરા, પિયુષભાઈ, કેશુભાઈ ચુડાસમા, ગૌતમભાઈ, ભારતીય જનતા પાર્ટીના શહેર ભાજપ મહામંત્રી મોહિતભાઈ સુદાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે હિરેનભાઈ પરમાર, રાજુભાઈ પરમાર, ભાઈલાલભાઈ જ્યાણી, ચેતનભાઇ પરમાર, દિનેશભાઈ સાથળા, રાજુભાઈ મકવાણા અને આ વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી પ્રસરી હતી.










































