સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા આહીર સમાજની વાડી ખાતે ૧૧૮મો વિનામૂલ્યે નેત્ર નિદાન સાથે નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો. વીજપડી માધવ સેવા ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી, સુદર્શન નેત્રાલયના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પને આંખના ડોકટરોની ટીમ દ્વારા ૧૭૫ દર્દીઓને આંખનું નિદાન, સારવાર અને દવાઓ વિતરણ કરવામાં આવી હતી અને ૨૬ દર્દીઓને મોતિયાના ઓપરેશનો વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા.