સાવરકુંડલના વિજપડી ગામે બંધ રહેણાંક મકાનમાં આગ લાગતાં સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવ અંગે હાલ ગીર સોમનાથના કોડીનાર ખાતે રહેતા અને મૂળ વિજપડી ગામના કેશુભાઈ નાકુભાઈ પરમાર (ઉ.વ.૭૦)એ જાહેર કર્યા મુજબ, તેમના વિજપડી ગામે કાચા જુનવાણી મકાન આવેલા છે. તેમાં કોઈ રહેતું નહોતું. આ મકાનમાં કોઈ કારણોસર આગ લાગતાં લાકડાના પટારા, જુના વાસણો, ગોદડા તથા બીજો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એસ. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.