સાવરકુંડલા તાલુકાના વંડા ગામે સોનપાલ પરિવારના આંગણે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે સોનપાલ પરિવાર તરફથી વંડા ગામ મોક્ષધામને શાંતિ રથ અર્પણ કરવામાં આવ્યો છે. આ શાંતિરથનું આજે માનવ મંદિર-સાવરકુંડલાના પૂ. ભક્તિરામ બાપુ, વ્યાસપીઠના વક્તાની ઉપસ્થિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોનપાલ પરિવાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.