સાવરકુંડલાના લોહાણા પરિવારે સદગતના મોક્ષાર્થે ખોટા ખર્ચ ત્યજી અબોલ જીવોની સેવા કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. પાંચમના પારણા નિમિત્તે શુધ્ધ ઘીમાં શેકેલી નવ પ્રકારની સામગ્રી તૈયાર કરી ૮૫૬ વેસ્ટેજ બોટલોમાં ભરીને કરોડો સૂક્ષ્મ જીવો માટે ‘જીવદયા’નું કાર્ય આદર્યું છે. પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા સાથે ‘કીડીને કણ’ની ઉક્તિ સાર્થક કરતા આ સેવાકાર્યની સમગ્ર પંથકમાં ભારોભાર પ્રશંસા થઈ રહી છે.