સાવરકુંડલાના લીખાળા ગામના સીમ વિસ્તારમાં એક વિધવા મહિલાની છેડતી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેના દીકરાઓને જાનથી મારી નાખવાની ધમકી અપાતા ફફડી ઉઠેલી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.અરવિંદભાઈ વજુભાઈ બોરીસાગર સામે નોંધાયેલી ફરિયાદ મુજબ, મહિલાના પતિનું આજથી બારેક વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેમના ભાગે આવતી જમીન પર તેમનો પરિવાર જતો હતો, જે વાત આરોપીને ગમતી નહોતી. આ જમીન પર મહિલાના બંને દીકરાઓ ગયા ત્યારે આરોપીએ તેમને મૂઢમાર માર્યો હતો. આ બાબતે મહિલા આરોપીને ઠપકો આપવા ગઈ ત્યારે આરોપીએ તેની છેડતી કરી, મૂઢમાર મારીને જેમ ફાવે તેમ ગાળો દીધી હતી. તેમજ મહિલા અને તેના દીકરાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન. એસ. મુસાર આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.