સાવરકુંડલાના શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ-૨૦૨૫ની ઉજવણી મંગળવારે કરવામાં આવી હતી. દર્દીઓને જીવન આપનાર, દુઃખમાં આશા આપી હંમેશા માનવસેવા માટે સમર્પિત રહેતા તબીબોનો આ દિવસ વિશેષ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં ભગવાન ધનવંતરી પાસે વધારે સારા આરોગ્ય અને સેવાભાવનામાં વૃધ્ધિ થાય એવા આશીર્વાદ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સુપ્રીટેન્ડેન્ટ ડા. પ્રકાશ કટારિયાએ આ દિવસે તમામ ડોક્ટરોને શુભેચ્છા આપીને પોતાના જીવનના અનુભવો, તબીબી વ્યવસાયની જવાબદારી તથા માનવસેવા અંગે વાત કરી હતી. આ સાથે આરોગ્ય મંદિરના તમામ ડોક્ટરોની
ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રોત્સાહિત કર્યા હતા.







































