સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાં શુક્રવારના રોજ દર્દીઓના પરિવહન માટે મીની બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં દર્દીઓની નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે.
મુંબઈના દાતા સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસ અને દિવાળીમા ટ્રસ્ટ મુંબઈના સહયોગથી આ સંસ્થામાં દર્દીઓને લાવવા-લઇ જવા માટે આધુનિક સગવડોથી સુસજ્જ એસી મીની બસનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે માનવ મંદિરના મહંત શ્રી ભક્તિરામબાપુના હસ્તે પૂજા કરીને મીની બસને દર્દીઓની સુખાકારી માટે અર્પણ કરવામાં આવી હતી તેવું સંસ્થાના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયાએ જણાવ્યું હતું.