સાવરકુંડલામાં રહેતા એક યુવકને મોબાઇલ ફોન ઉપર કોન્ફરન્સમાં લઈ જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે રૂષિલભાઈ મનસુખભાઈ ડોડીયા (ઉ.વ.૨૫)એ ગીર ગઢડા તાલુકાના ભાખા થોરડી ગામની દર્શના દુર્લભભાઈ કવા તથા અન્ય વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમને તેના પત્નીએ ફોન કરતાં ઉપાડ્‌યો હતો. જે બાદ તેણે અન્ય વ્યક્તિને કોન્ફરન્સ કોલમાં લઈ જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એચ.કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.