સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાબિટીસ અને બીપી તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી મેડિકલ ઓફિસર અમરેલી ડોક્ટર આર.કે. જાટે પણ પોતાની તપાસ કરાવી હતી. ડોક્ટર મયૂરભાઈ પારઘીએ ૩૦ વર્ષથી ઉપરના તમામ લોકોને અને ડાયાબિટીસ તેમજ બીપીની દવા લેતા દર્દીઓને નિયમિત ચેકઅપ કરાવવા માટે અપીલ કરી હતી. વધુમાં, ડોક્ટર જાટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાત કુટુંબ નિયોજનના કાયમી પદ્ધતિ (ટી.એલ.)ના ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા.