સાવરકુંડલા, તા.ર૧
સાવરકુંડલા શહેરમાં મુખ્ય રોડ ઉપર દબાણ હટાવવા માટે નગરપાલિકા દ્વારા વિવિધ વિભાગોની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી જેમાં મુખ્યત્વે સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ ઉપસ્થિત રહી હતી. સવારે ૧૧ઃ૦૦ વાગ્યાથી ત્રણ ટુકડીઓમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં મહુવા રોડ, અમરેલી રોડ, હાથસણી રોડ અને જેસર રોડમાં જેસીબી અને નગરપાલિકાના ટ્રેક્ટર તેમજ ૭૦ જેટલા પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કામગીરી શરૂ કરવામાં આવી. આ કામગીરીમાં pખ્તvષ્ઠઙ્મ આર એન્ડ બી સ્ટેટ અને પંચાયત તેમજ ટ્ઠજp ના માર્ગદર્શન નીચે બે પીઆઇ, ત્રણ પીએસઆઇ અને ૧૨૦ જેટલા પોલીસ આ કામમાં રોકાયા હતા ત્યારે આખા દિવસ દરમિયાન ૭૦ જેટલા દબાણો જેમાં ખાસ કરીને ઓટલા, દુકાન આગળ કરેલા મોટા છાપરા અને કેબીનો હટાવવામાં આવ્યા
હતા. તેમજ કોઈપણ જાતની માથાકૂટ વગર શાંતિપૂર્ણ રીતે સાવરકુંડલામાં આ દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.