સાવરકુંડલામાં આવેલા માનવમંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાજકોટ કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, લોકસાહિત્યકાર મનસુખભાઈ ખીલોરીવાળા સહિતની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. માનવમંદિરના પાયાના સેવક ધીરૂભાઈ સોરઠીયાના શૂરાપુરા અજાબાપા સોરઠીયા પ્રવેશદ્વારનું નામકરણ કરાયુ હતું. માનવમંદિરની સેવાકિય પ્રવૃતિ જાઈ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે આ પ્રવૃતિને બિરદાવી હતી. સોરઠીયા પરિવાર પણ માનવમંદિરની સેવાથી ખુબ પ્રભાવિત થયો હતો.