સરકારના નશાબંધી અને આબકારી વિભાગની સૂચના અનુસાર વ્યસન મુક્તિ
જાગૃતિ અર્થે પ્રચાર પ્રસાર માટે તા. ૨ થી ૯ ઓકટોબર દરમિયાન વિવિધ સંસ્થાઓ અને જુદાજુદા સ્થળે, જુદાજુદા વ્યસન મુક્તિના કાર્યક્રમો યોજવામાં આવે છે. તે અંતર્ગત સાવરકુંડલાના શ્રી મહિલા અધ્યાપન મંદિરમાં અધિક્ષક બી.પી. જાડેજા દ્વારા ‘વ્યસન મુક્તિ’ કાર્યક્રમનું આયોજન તા. ૦૬-૧૦-૨૦૨૫ ના કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વિદ્યાર્થિનીઓ દ્વારા વ્યસનથી થતા નુકસાન, વ્યસનના લીધે થતી બરબાદી અને તેને અટકાવવાના ઉપાયો વિષયક
‘વક્તૃત્વ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ‘ગરબા સ્પર્ધા’ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમના કોર્ડીનેટર દવે અગ્નીબેન ઉપસ્થિત રહ્યા હતા.








































