સાવરકુંડલા શહેરમાં મહિલા અધ્યાપન મંદિરમાં ગણપતિ વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યાપન મંદિરની વિદ્યાર્થિનીઓએ મહારાષ્ટ્રીય શૈલીમાં સાડી પહેરીને ગણપતિ બાપાની પૂજા કરી હતી અને બાપાને છપ્પનભોગ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. અધ્યાપન મંદિરમાં ૧૦ દિવસ ગણપતિ બાપાને લાવીને દરરોજ પૂજા-આરતી વિદ્યાર્થિનીઓ દ્વારા જ કરવામાં આવતી હતી તથા ગણેશ વિસર્જન ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યાપન મંદિરના આચાર્ય બાબુભાઈ ચાવડા, અધ્યાપક રવિભાઈ મહેતા, ભાવેશભાઈ કાકલોતર અને સ્ટાફના રેણુકાબહેન, અરુણાબેન ગણપતિ વિસર્જનમાં જોડાયા હતા, એમ રવિભાઈ જોશીની એક યાદીમાં જણાવાયું હતું.