શહેરની સેવાકીય સંસ્થા મમતાઘરનો પ્રથમ વાર્ષિકોત્સવ આગામી ૧૧ જૂન, ૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકે અંબિકા સોસાયટી, બાપા સીતારામની મઢુલી પાસે આવેલા મમતાઘર ખાતે ઉજવાશે. મમતાઘર એક વર્ષ પૂર્ણ કરી રહ્યું હોવાથી, અહીં રહેતા બાળકો અને ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. મમતાઘર બાળકોને તમામ સુવિધાઓ અને નિઃશુલ્ક શૈક્ષણિક ટ્યુશન પૂરું પાડે છે. આ પ્રસંગે પ.પૂ. ઉષામૈયા સહિતના સંતો-મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સંચાલક મંજુલાબેન દુધરેજીયાએ બાળકોને પ્રોત્સાહિત કરવા સૌને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.