સાવરકુંડલાના મઢડા ગામે રહેતા રાજુભાઈ લાલજીભાઈ સરવૈયા (ઉ.વ.૩૧)એ નીતિનભાઈ ગોબરભાઈ સરવૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, નીતિનભાઈની પાન-માવાની દુકાને તેમના કાકાનો દીકરો બેઠો હતો. તેમણે માવા મંગાવતા બીજી દુકાનેથી લઈને આપતાં આરોપીને ગમ્યું નહોતું.જેને લઈ ગાળો આપી, મુંઢ ઈજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. એસ. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.