સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે પેવિંગ બ્લોક રોડનું કામ શરૂ થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઇ હતી. ગામમાં ભીખુભાઇ ખુમાણના ઘરથી ભરતભાઇ ડાંગરના ઘર સુધી પેવિંગ બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ, ઉપસરપંચ તથા સભ્યો ગામમાં વિકાસ કાર્યો કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા ગ્રામજનોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.