સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં તાજેતરમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો માટે એક અનોખું વાનગી પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાલ્ગુનીબેન શેલારના નેતૃત્વ હેઠળ ભુવા, જુનાસાવર, ધાર, કેરાળા,
અમૃતવેલ અને મોલડી ગામના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત સરકારની ICDS શાખા દ્વારા આપવામાં આવતા THR, મિલ્ક ટેસ્ટ અને પ્રીમિક્સ જેવી પોષક સામગ્રીઓનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવા માટે પ્રોત્સાહન આપવાનો હતો. મહિલાઓએ મિલ્ક ટેસ્ટમાંથી મંચુરિયન, બિસ્કિટ અને સુખડી જેવી વિવિધ વાનગીઓ બનાવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ કાર્યક્રમમાં ભુવા ગામના સરપંચ, ઉપસરપંચ અને મંત્રીએ હાજરી આપી હતી.








































