સાવરકુંડલામાં ભૂતકાળમાં પ્રોહિબિશનના ગુના નીચે ઝડપાયેલા શખ્સ સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. સાવરકુંડલાનો બુટલેગર શિલ્પેશ ઉર્ફે શિલ્પો બાલુભાઈ વાળા રહે. કાપેલીધારવાળા સામે અનેક પ્રોહિબિશનના ગુના
નોંધાયેલા હોવાથી બુટલેગર સામે પોલીસે પાસાની દરખાસ્ત કરતા જિલ્લા પોલીસ વડા મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી આપતા જિલ્લા મેજીસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ દ્વારા શિલ્પો વાળાને પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવાનો આદેશ કર્યો હતો.









































