સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામેથી રામગઢ સુધીના સ્ટેટ હાઇવેની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલુ હતી અને તહેવારોના દિવસોમાં બંધ હતી. અત્યારે આ રસ્તા ઉપર કાંકરી જ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં નાના-મોટા વાહનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મોટી ઉંમરના લોકો આ રસ્તા ઉપર ટુ-વ્હીલ લઈને નીકળે ત્યારે અવારનવાર સ્લીપ થતાં હોય છે. હાથ પગને નાના મોટી ઈજાઓ થતી હોય છે અને વાહનને પણ નુકસાની થાય છે. પ્રજાના આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે.









































