સાવરકુંડલાના બાઢડા મુકામે શ્રી એચ.એન. વીરાણી હાઈસ્કૂલ ખાતે સેવા નિવૃત્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. તારીખ ૧૫-૧૦-૨૫ના રોજ શ્રી એચ.એન. વિરાણી હાઇસ્કૂલ બાઢડાના સેવકભાઈ છગનભાઈ માંડણભાઈ બારૈયાનો નિવૃત્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી ત્યારબાદ શાળાની બાળાએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી. પ્રમાણપત્રનું વાંચન મનહરભાઈ વઘાસિયા સાહેબે કર્યું હતું ત્યારબાદ છગનભાઈને પ્રમાણપત્ર, મોમેન્ટો, શ્રીફળ, સાકર પડો, ભગવત ગીતા જેવી અમૂલ્ય ભેટ સોગાતો આપીને આ ક્ષણને યાદગાર બનાવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેમ્પસ ડાયરેક્ટર વાછાણી, કોલેજના પ્રિન્સિપાલ કાજલબેન, ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ રાઠોડ તથા શાળાના નિવૃત આચાર્ય માંગરોળીયાએ હાજરી આપી હતી.