સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે વિરાણી હાઇસ્કૂલ અને કોલેજની એકદમ નજીક જ પીજીવીસીએલની ખુલ્લી પેટીમાં ખુલ્લા વીજ વાયર અને ખુલ્લા ફ્યુઝના કારણે કરંટ લાગવાનો ભય ઊભો થયો છે. પીજીવીસીએલ તંત્રની આવી બેદરકારી કોઈની જિંદગીનો ભોગ લે તે પહેલા યોગ્ય પગલા લેવાય તેવી લોકોની માગણી છે.