સાવરકુંડલા તાલુકાના બાઢડા મુકામે આવેલી શ્રી બાઢડા કેળવણી મંડળ સંચાલિત એચ. એન. વિરાણી હાઈસ્કૂલમાં ૧૦-૭-૨૫ના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકોએ ગુરુને કુમકુમ તિલક કરી આશીર્વાદ મેળવ્યા હતા. વિદ્યાર્થિની કૌશિક ચાંદની લક્ષ્મણભાઇએ ગુરુના મહત્વ વિષે વિચારો રજૂ કર્યા હતા. અન્ય વિદ્યાર્થિનીઓ નાકરાણી વિધિ, માંગુકિયા અક્ષરા, ડાભી પાયલ તથા ડુબાણીયા દયાએ ગુરુ વંદના ગીત દ્વારા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં આ શાળામાં શિક્ષણ સહાયક તરીકે નવનિયુક્ત હેતલબેન રાવલને પુસ્તક આપી આચાર્ય ડો. મધુરભાઈ બગડાએ આવકાર્યા હતા. શાળાના સિનિયર શિક્ષક મનહરભાઈ વઘાસિયાએ આજના દિવસનું મહાત્મ્ય સમજાવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ લલિતભાઈએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થિની બહેનો તમગડીયા નમ્રતા તથા મકવાણા વૃંદાએ કર્યું હતું.