સાવરકુંડલાના ફાચરીયા ગામે એક યુવતીએ લાકડાના ઠેલ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે રાજુભાઈ દેવજીભાઈ વાળસુરએ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી દયાબેનને છેલ્લા ૧૫ વર્ષથી આંચકીની બીમારી તથા માનસિક બીમારી હતી. જેથી કંટાળી જઈને પોતાની મેળે રહેણાંક મકાને ઓસરીમાં લાકડાના ઠેલ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.