સાવરકુંડલા અને લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા માત્ર વિકાસશીલ કામોમાં જ નહીં, પરંતુ સેવાકીય કાર્યોમાં પણ અગ્રેસર રહે છે, જેની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાઈ રહી છે. તાજેતરમાં, ઝીંઝુડાથી સાવરકુંડલા તરફના માર્ગ પર એક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ સમયે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે તત્કાળ અકસ્માતમાં ઇજા પામેલા રાહુલ અશોકભાઈ બિહારી નામના દર્દીને પોતાની અંગત ગાડીમાં બેસાડીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા અને તેમની સારવાર પણ કરાવી હતી.










































