સાવરકુંડલાના ધજડી પરા પ્રાથમિક શાળામાં વય નિવૃત્ત થઈ રહેલા ચેતનાબેન રમણીકલાલ ચાવડાનો ભવ્ય વિદાય કાર્યક્રમ બોઘરીયણી ખોડિયાર મંદિરના મહંત મહેશદાસજીના સાનિધ્યમાં યોજાયો હતો. આ બંને કાર્યક્રમમાં સાવરકુંડલાના બીઆરસી વિપુલભાઈ દુધાત તથા પે સેન્ટર શાળાના આચાર્ય મહેશભાઈ જાદવ, ગામના અગ્રણીઓ તથા બહેનોએ હાજરી આપી હતી. ચેતનાબેન રમણીકલાલ ચાવડાને શાળા તરફથી પુષ્પગુચ્છ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગામના લોકોએ આ તકે બેનને સાકરનો પડો, શ્રીફળ તથા ઘડિયાળ આપી સન્માન કર્યુ હતું. તેમજ ચંદ્રેશભાઇ બોરીસાગર તથા જાગૃતિબેન રવિયા દ્વારા શ્રીફળ અને પડો તેમજ ડ્રેસ અર્પણ કરેલ. ત્યારબાદ શાળા તરફથી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ચંદ્રેશભાઇનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.