સાવરકુંડલાના દોલતી ગામે બે વર્ષ પહેલાના પ્રમેલગ્નના મનદુખમાં યુવક પર હુમલો થયો હતો. બનાવ અંગે અમદાવાદના ઉત્તમનગરમાં રહેતા યુવકે ફરિયાદ નોંધાવી હતી. નિલેશભાઈ દિનેશબાઈ સંચાણીયા (ઉ.વ.૨૯)એ વિશાલભાઈ બટુકભાઈ કુંભાણી તથા ઘનશ્યામભાઈ બાબુભાઈ વિરાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે બે વર્ષ પહેલા કરેલા પ્રેમલગ્નનું મનદુખ રાખી તેમને રસ્તામાં આડા ઉભા રાખ્યા હતા. જે બાદ લોખંડની પાઈપ ડાબા હાથના ઉપરના ભાગે મારતાં કાંડાના ભાગે ફ્રેક્ચર થયું હતું. તેમજ મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ એમ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.