સાવરકુંડલા ખાતે દેવળા ગેઈટ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા શામજીબાપુ શાકમાર્કેટ બનાવવામાં આવી હતી. તેમ છતાં શાકભાજી વેચવાવાળા રોડ ઉપર જ પાથરણા પાથરી શાકભાજી વેચતા હતા જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી હતી. વળી રોડ ઉપર જ શાકભાજી વેચનાર બેઠાં હોય એટલે પશુઓનો ત્રાસ પણ થાય એ સ્વાભાવિક છે અને આ વિસ્તારમાં જ એલપીજી ગેસ બુકીંગની ઓફિસ પણ આવેલ છે. આ સમસ્યા હલ કરવા હાલના નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ માટે વર્ષો પહેલા બાંધવામાં આવેલી શામજીબાપુ શાકમાર્કેટ સાફસૂફ કરાવી શાક માર્કેટમાં આવેલા ૩૬ થડાઓ રોડ ઉપર બેસતા શાકભાજીના ફેરીયાઓને ફાળવી આજે ગુરુવારથી શાકમાર્કેટ શરૂ કરાઈ છે.